| | ક્ષેત્રિય કચેરી :- | (અ) | રાજય ચૂંટણી પંચ ઘ્વારા મહાનગરપાલિકામાં મતદાર નોંધણી માટે મ્યુનિસિપલ કમિશનરશ્રીને મતદાર નોંધણી અધિકારી અને તેમના નિયંત્રણ હેઠળના કેટલાક અધિકારીઓને મદદનીશ નોંધણી અધિકારી તરીકે જાહેર કરેલ છે. | (બ) | નગરપાલિકાના વિસ્તારમાં મતદાર નોંધણી માટે જે-તે તાલુકાના મામલતદારની મતદાર નોંધણી અધિકારી અને મુખ્ય અધિકારી, નગરપાલિકા મદદનીશ નોંધણી અધિકારી રહે છે. | (ક) | ગ્રામ્ય/તાલુકા અને જિલ્લા પંચાયત માટે જે-તે તાલુકાના મામલતદારની મતદાર નોંધણી અધિકારી અને જે-તે તાલુકાના નાયબ મામલતદારને મદદનીશ મતદાર નોંધણી અધિકારી તરીકે જાહેર કરેલ છે. |
| | જિલ્લાચૂંટણી અધિકારી :- જે-તે જિલ્લાના જિલ્લા કલેકટર હોદાની રૂએ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે નિમવામાં આવેલ છે.
ચૂંટણી અધિકારીઓ :- જે-તે સ્થાનિક સંસ્થાની ચૂંટણી વખતે વોર્ડ/મતદાર મંડળ માટે રાજય ચૂંટણી પંચ ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે જિલ્લાના અધિકારીઓની નિમણૂંક કરે છે.
જિલ્લા કક્ષાએ કાયમી વ્યવસ્થાતંત્ર :- દરેક જિલ્લામાં જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરીમાં એક નાયબ મામલતદાર(રાજય ચૂંટણી પંચ) અને એક કોમ્પ્યુટર ઓપરેટરની જગ્યા મંજૂર કરવામાં આવેલ છે, જે રાજય ચૂંટણી પંચની જિલ્લા કક્ષાની ચૂંટણી સંબંધિત કામગીરી માટે કાયમી ધોરણે ફરજો બજાવે છે.
આ ઉપરાંત સામાન્ય ચૂંટણીઓ વખતે જિલ્લા કક્ષાએ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી(દરેક જિલ્લામાં) અને નાયબ મામલતદાર, કલાર્ક, પટાવાળા વિગેરેની જગ્યા મંજૂર કરવામાં આવે છે જયારે તાલુકામાં એક નાયબ મામલતદારની જગ્યા રાખવામાં આવે છે. | |
|
|